STORYMIRROR

Kinjal Patel

Classics Thriller Tragedy

3  

Kinjal Patel

Classics Thriller Tragedy

બસ એક કારણ આપી દે

બસ એક કારણ આપી દે

2 mins
13.3K


આપણી એ પહેલી મુલાકાત મને યાદ છે,

ત્યારે થયેલી વાતો પણ યાદ છે અને,

ત્યારબાદ વાતોનો શરૂ થયેલ સિલસિલો પણ યાદ છે,

બસ એક કારણ આપી દે એ વાતોને ભૂલવા માટે,


દિવસના અંતમાં આપણું મળવુ મને યાદ છે,

દરરોજ મળીયે છતાંય પહેલીવાર જેવો અનુભવ મને યાદ છે,

છૂટા પડતા સમયે ફરી મળવાનો વાયદો કરવો એ પણ યાદ છે,

બસ એક કારણ આપી દે એ મુલાકાતોને ભૂલવા માટે,


દરરોજ સાથે જમવાનો સિલસિલો મને યાદ છે,

તને જમાડીને મળતી એ ખુશી મને યાદ છે,

તને આમ જ જમતા જોતા રહેવાનો એ અનુભવ પણ મને યાદ છે,

બસ એક કારણ આપી દે એ જમવાના સમયને ભૂલવા માટે,


કોઇ કારણ વિના બસ તારી સાથે ફરતા રહેવું મને યાદ છે,

જાણે મંઝીલ વિનાની રાહ પર ચાલવું મને યાદ છે,

તારી સાથે આમ જ દિવસ-રાત ફરતા રહેવું મને યાદ છે,

બસ એક કારણ આપી દે એ રસ્તાઓને ભૂલવા માટે,


વરસાદમાં તારી સાથે પલળવું મને યાદ છે,

બાલ્કનીમાં બેઠા હોય ત્યારે આવતી વાછોટ મને યાદ છે,

એ ભીના મોસમમાં પીધેલી કૉ

ફી મને યાદ છે,

બસ એક કારણ આપી દે એ ભીનાશને ભૂલવા માટે,


તારા ખભે માથું ઢાળી વીતાવેલી દરેક સાંજ મને યાથ છે,

દુનિયા ભૂલી તારામાં ખોવાઇ જવું મને યાદ છે અને,

આમ જ તારી બાહોમાં સુતા રહેવું મને યાદ છે,

બસ એક કારણ આપી દે એ સાંજને ભૂલવા માટે,


મારાં માટે તારાં મનમાં જે પણ લાગણીઓ છે એ મને યાદ છે,

ના કહેવા છતાં મારાં માટે ઘણું બધું કરવું એ મને યાદ છે,

હું બધું નથી પણ ઘણું છું તારાં માટે તારુ એવું કહેવું મને યાદ છે,

બસ એક કારણ આપી દે એ તારી યાદોને ભુલવા માટે,


તારું મારાથી નારાજ થવું મને યાદ છે,

વધારે સમય મારાથી નારાજ ના રહી શકવું એ પણ મને યાદ છે,

મને ગુસ્સામાં પણ તારુ હસાવવું મને યાદ છે,

બસ એક કારણ આપી દે હવે હસવા માટે,


ઈચ્છા ના હોવા છતાં તને પ્રેમ કરવો મને યાદ છે,

મારો જ પોતાના મન પર મારો કાબૂ ના હોવો મને યાદ છે,

દરેક પળે તને જ યાદ કરતા રહેવું મને યાદ છે,

બસ એક કારણ આપી દે હવે તને પ્રેમ ના કરવા માટે!


Rate this content
Log in

Similar gujarati poem from Classics