જેટલું પણ છે એ ઓછુ છે
જેટલું પણ છે એ ઓછુ છે
આમ તો જીવનમાં બધું જ છે,
છતાંય જેટલું પણ છે એ ઓછું છે,
તારી સાથે વિતાવેલી દરેક પળ મારી સાથે છે,
છતાંય જેટલું પણ છે એ ઓછું છે,
તારી દરેક વાતે જતાવેલો હક મારી સાથે છે,
છતાંય જેટલું પણ છે એ ઓછું છે,
તારી ક્યારેક કરેલી આનાકાની મને યાદ છે,
છતાંય જેટલું પણ છે એ ઓછું છે,
તારી બાળક જેવી જીદ મને યાદ છે,
છતાંય જેટલું પણ છે એ ઓછું છે,
તારા હાથમાં મારો હાથ હજીયે છે,
છતાંય જેટલું પણ છે એ ઓછું છે,
તારી સાથે આખું જીવન જીવાયું છે,
છતાંય જેટલું પણ છે એ ઓછું છે,
આવતા દરેક જન્મ તારી સાથે જીવવાની ઈચ્છા છે,
છતાંય જેટલું પણ છે એ ઓછું છે.