બસ હવે બહું થયું
બસ હવે બહું થયું
આમ ક્યાં સુધી તારી રાહ જોવી, બસ હવે બહું થયું
તને યાદ કરતા બધું ભુલાઈ ગયું,
હવે કંઈ જ નથી ભુલવું, બસ હવે બહું થયું
તને શોધવામાં બધું જ ખોવાઈ ગયું,
હવે કંઈ જ નથી શોધવું, બસ હવે બહું થયું
વસંતની રાહ જોવામાં પાનખર વિસરાઈ ગઈ,
હવે કંઈ જ નથી વિસરવું, બસ હવે બહું થયું
વરસાદની ઈચ્છામાં ગરમીની હૂંફ શું હોય એ ભુલાઈ ગયું,
હવે કંઈ જ નથી ભુલવું, બસ હવે બહું થયું
સરગમ સાં
ભળવામાં શબ્દો વિખરાઈ ગયા,
હવે કંઈ જ નથી વિખરાવા દેવું, બસ હવે બહું થયું
જ્યારે પણ તને શોધવા નીકળ્યો ત્યારે પોતે જ ખોવાઈ ગયો,
હવે પોતાની જાતને નથી ખોવી, બસ હવે બહું થયું
તને ભૂલી જ જવી છે એવો નિશ્ચય કર્યો છે,
પણ હવે એ ઢોંગ નથી કરવો, બસ હવે બહું થયું
તારી યાદમા હવે ક્યારેય નહી રડું,
હવે પોતાને વધુ દુઃખ નથી આપવું, બસ હવે બહું થયું
આમ ક્યાં સુધી તારી રાહ જોવી, બસ હવે બહું થયું