STORYMIRROR

Kinjal Patel

Romance

3  

Kinjal Patel

Romance

ફક્ત અને ફક્ત તારા માટે

ફક્ત અને ફક્ત તારા માટે

1 min
13.9K


જ્યારથી તું મારા જીવનમાં આવ્યો છે,

ત્યારથી મારા જીવનને અલગ નજરથી જોવા લાગી છું,

આજ સુધી ફક્ત મારા માટે જીવતી હું,

તારાં માટે પણ જીવવા લાગી છું,


કઈક કરી બતાવવાની ધેલછા સાથે,

હંમેશા મનમાની જ કર્યે રાખી છું,

બધાને સલાહ આપતી હું,

તારી દરેક વાત માનવા લાગી છું,


હજી થોડા સમય પહેલા જ મળ્યા છે,

આપણે પણ લાગે છે કે તને જન્મોથી જાણુ છું,

આજ સુધી બધાને સહારો આપતી હું,

તારા સહારે ચાલવા લાગી છું,


હંમેશા એકલા રહેવાના આશયથી,

કોઈના સાથથી દૂર ભાગતી રહી છું

,

સપનાઓમાં વિશ્વાસ ના રાખતી હું,

તારી સાથે અસંખ્ય સપના જોવા લાગી છું,


અત્યાર સુધી જીવનમાં અનેક ધ્યેયને,

સાકાર કરવા ઝંખતી રહી છું,

પણ હવે ફક્ત તારી એક પ્રેમ ભરી,

નજરને ઞંખવા લાગી છું,


હાલ સુધી પતંગીયા જેવા,

સપનાઓને સ્પર્શવા દોડ્યા કરી છું,

પણ હવે સુકૂન માટે તારા પ્રેમ ભર્યા,

સ્પર્શની આશા રાખવા લાગી છું,


જીવનમાં દરેક નાશવંત વસ્તુને પામવા,

અત્યાર સુધી મહેનત કરતી રહી છું,

પણ હવે તારા નિશ્ચલ પ્રેમને પામવા,

માટે જીવન જીવવા લાગી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance