ઘણો સમય થયો
ઘણો સમય થયો
ઘણો સમય થયો કંઈક લખ્યે,
આજે ફરી લખવા બેઠી પણ,
શબ્દો જ ખૂટી ગયા,
ઘણો સમય થયો લાગણીઓ વ્યક્ત કર્યે,
આજે ફરી કલમ હાથમાં લીધી પણ,
કાગળના પાના કોરા જ રહી ગયા,
ઘણો સમય થયો સાંજના અજવાળામાં રહ્યે,
આજે ફરી આમ બેસવાનો લ્હાવો મળ્યો પણ,
થોઙી જ વારમાં ચાંદની પથરાઈ ગઈ,
ઘણો સમય થયો કોરા કાગળ પર જીવ રેઙ્યે,
આજે ફરી પોતાનો સમય આપ્યો પણ,
રચનાને આકાર આપતા સ્યાહી જ ઢોળાઈ ગઈ,
ઘણો સમય થયો આમ પાણીમાં રમત રમે,
આજે ફરી બાળક બનવું છે પણ,
જ્યારે રમત શરૂ કરી ત્યારે ખબર પડી કે ઓટ આવી ગઈ,
ઘણો સમય થયો આમ વગડામાં રખડે,
આજે ફરીથી આ વગડામાં ખોવાઈ જવું છે પણ,
જ્યારે ડગલા માંડ્યા ત્યારે ખબર પડી આ વગડો તો ક્યારનો ખોવાઈ ગયો,
ઘણો સમય થયો પોતાની રીતે જીવ્યે,
આજે જ્યારે જીવવાની શરૂઆત કરી પણ,
હવે ખબર પડી આ તો જીવન જ વિખેરાઈ ગયું,
ઘણો સમય થયો કંઈક લખ્યે,
આજે ફરી લખવા બેઠી પણ,
શબ્દો જ ખૂટી ગયા.