Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—a blueprint for a fair and prosperous future.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—a blueprint for a fair and prosperous future.

Kinjal Patel

Romance

4.3  

Kinjal Patel

Romance

બોલ હવે કેમ ...

બોલ હવે કેમ ...

1 min
505

ભલે વરસ્યો તુ ધોધમાર,

આ વરસાદમાં દેહ ભીંજાયો,

મન રહ્યું કોરું,

બોલ હવે કેમ પલળવું !

ભલે ચાલ્યો તું હંમેશા સાથ,

આ રસ્તામાં હાથ મળ્યાં,

હદય રહ્યું છેટું,

બોલ હવે કેમ ચાલવું !

ભલે રહ્યો તું દિલમાં હંમેશ,

આ રમતમાં લાગણી રહી,

પ્રેમ રહ્યો બાકી,

બોલ હવે કેમ રહેવું !

ભલે તરસ્યો તું સદનતર,

આ પ્યાલામાં વિષ રહ્યુ,

અમૃત રહ્યું બાકી,

બોલ હવે કેમ જીવવું !

ભલે પ્રેમ કર્યો તે હરપળ,

આ જીવનમાં તું મળ્યો,

હું રહી બાકી

બોલ હવે કેમ મળવું !

Rate this content
Log in

Similar gujarati poem from Romance