STORYMIRROR

Drsatyam Barot

Inspirational Romance

4  

Drsatyam Barot

Inspirational Romance

એનો જીવ ધારે છે મને

એનો જીવ ધારે છે મને

1 min
27.2K


રોજ મારામાં પસારે છે મને,

રાત આખી એ સુધારે છે મને.


પ્રેમમાં ભીતર ઉતારે છે મને,

શ્વાસ આપીને શૃંગારે છે મને.


શ્વાસ રૂપે રોજ એ શ્વસતો મને,

યાદમાં તડપાવી મારે છે મને.


રોજ એનામાં ડૂબાડી દે મને,

હાથ જાલી ખૂબ તારે છે મને.


દર્દમાં આખી જલાવીને પછી,

જાતમાં બોળીને ઠારે છે મને.


મોત કેરો ખેલ રોજે ખેલતો,

તોય એનો જીવ ધારે છે મને.


મોતી જેવી કાઢતો મારામાંથી,

ધીરે ધીરે રોજ શારે છે મને.


ગાલગાગા ગાલગાગા ગાલગા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational