STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime Inspirational

3  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime Inspirational

ચિરહરણ

ચિરહરણ

1 min
169

હા,,,,હું એક સ્ત્રી છું,


છે મારામાં કંઈક એવું જેથી હું મજબૂર છું,

આ સમાજ ને આ પુરુષો સામે લાચાર છું,


બનાવ્યા બધા બંધન ને શણગાર સ્ત્રી માટે,

આ રિવાજ ને આ પરંપરાઓથી નારાજ છું,


કેટલું માફ કરીશ અને એનું કેટલું જતું કરીશ ?

કોણે આપ્યા પુરુષને બધા હક ? હું મુંઝાઉં છું,


કરે દુષ્કાર્ય નર અને નરક કેમ ભોગવે નારી ?

હું પણ કરું એવું કાર્ય કે એને પણ પડે ભારી,


દ્રૌપદીનું ચિરહરણ થયું' કે થાય આજે ફર્ક શું ?

લોકો ત્યારે પણ બેબસ હતા, હું આજે પણ છું,


પણ હવે સમય નથી કે આવશે મોહન મોરારી,

મૂકું વાંસળી ઊઠાવું ચક્ર, હાર આપું એને કરારી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy