નવખંડ નમતાં તુજને 'મા'
નવખંડ નમતાં તુજને 'મા'
વહાલી મા તું અતિ ઘણી, હેત છલકે તારાં અપાર
નવખંડ નમતાં તુજને મા, તારાં હૃદયે કરુણા છે અપાર,
સમસ્ત બ્રહ્માંડમાં એક મા તું, પૂજાઈ રહી છે હ્નદયમાંય
અગણિત પરચા તારાં માતા, ગવાય ગુણગાન ચારોધામ,
મોઢેથી જો હું બોલું મા, બાળક બની આળોટું તવ ગોદમાં
વહાલ ભર્યો હાથ તારો મા, સદાય રહે મુજ શિશ પર,
રામ ને કૃષ્ણ પણ થાક્યા હતાં, વખાણ કરતા તારાં મા
બજરંગી તો તારાં ખાતર, ગળી ગયાં સૂરજ આખો મા,
સાગર નીર ભલે ખૂટે પણ, વહાલનો દરિયો તારો ન સૂકે
'રાજ' પ્રાણ ત્યજે પણ માવડી, બાળકને કદી રેઢો ન મૂકે,
વહાલી મા તું અતિ ઘણી, હેત છલકે તારાં અપાર
નવખંડ નમતાં તુજને મા, તારાં હૃદયે કરુણા છે અપાર.
