STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Crime

3  

Dhanjibhai gadhiya "murali"

Crime

પાપની દુનિયા

પાપની દુનિયા

1 min
177

સમય-સંજોગનો શિકાર બન્યો છું,

છળ-કપટનો હાથો બન્યો છું,


હૃદય મારું સાફ હતું તો પણ,

મુસીબતોનો હું પહાડ બન્યો છું. 


મતલબીઓનો મારગ બન્યો છું,

અંધારી આલમનો સડો બન્યો છું


મનમાં કોઈ મેલ ન હતો તો પણ,

મોહ માયાનો હું કિડો બન્યો છું.


નિર્દોષ લોકોનું રૂદન બન્યો છું,

ઝાલીમોનું અટ્ટહાસ્ય બન્યો છું,


પવિત્ર રહીને જીવવું હતું તો પણ,

દુનિયાનો હું સિતમગાર બન્યો છું. 


બૂરી આદતોનો ભોગ બન્યો છું,

ષડયંત્રોની મુખ્ય ચાવી બન્યો છું,


પાપની દુનિયા છોડવી છે "મુરલી" પણ,

ગુનાખોરીનો હું ઈતિહાસ બન્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Crime