STORYMIRROR

Kiran piyush shah "kajal"

Tragedy Crime

4  

Kiran piyush shah "kajal"

Tragedy Crime

કંકુથાપા

કંકુથાપા

1 min
344

કેમ કરી આપું તને વિદાય ?

નવ નવ મહિના તને કુખે ધરી

તારા જન્મથી ઘર મારું ઘર બન્યું'તું

તારી પા પા પગલીએ રૂમઝુમ'તાં ઝાંઝર


ને તારી કાલી ધેલી વાતોમાં હું ખોવાતી

તારા બાળ સહજ હાસ્યનો રણકાર 

માની પરી પાપાની લાડલી

દાદા દાદી કરતાં લાડ


એક આંખ હસતી ને

બીજી આંખે સમણાં અંજાય

તારે પગલે પગલે ઈચ્છાઓ જાગતી 

તારું મુખડું જોઈ સમય સરી જાય 


તારી વિદાયના વિચારે મન ગભરાતું

કાલની ચિંતા એ મન અટવાતું 

કેમ કરીશ તને કેમ વિદાય ?


દિલસ રાત એ વિચાર કોરી ખાય

સાચવી સંભાળી તને મોટી કરી જતનથી

રોજ તારા કાન પાછળ એક ટપકું કાજળનું 

કે નજરના લાગી જાય !


પણ હાય રે! મારી ફુટી કિસ્મત

તારી કુમળી કાયાને નજરું લાગી

જે હાથે કંકુથાપા કરાવી દેવીતી વિદાય

એજ હાથો એ રકતથાપા


જીવતરનો જખમ આપી ગયાં

કોણ જાણે  કોની નજરું લાગી?

બાળ મારી પિખાણી

સમણાં તુટ્યાંની કરચોની પીડા


ને આંખોમાં સતત શ્રાવણ ઉભરાય

મારી લાડો તને કેમ સજાવું કેમ કરું શણગાર ?

બોલ, બેટા કેમ આપું તને વિદાય ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy