વહેમ
વહેમ
તું મારો છે એ વહેમ હવે નીકળી ગયો છે,
તું તો હવે રૂપ અને પૈસામાં ભળી ગયો છે,
રાગ અને દ્વેષના પંથે તું ચાલતો થયો છે,
ત્યારથી નફરતની નદીમાં ઓગળી ગયો છે,
એટલી હદે તું નફ્ફટ બની ગયો છે કે,
ડગલેને પગલે લોકોને બસ છળી રહ્યો છે,
એ રીતે શરાબના ઘરને તે વહાલું કર્યું છે કે,
તું હરરોજ ત્યાં જ સૌને મળી રહ્યો છે.
