નિર્ભયા
નિર્ભયા


નૈતિકતા મૂકાઈ છે, નેવે અને,
સંસ્કારોની તો ક્યાં અહીં કિંમત થાય છે,
આ તો કેવી ભૂખ, હવસ ખોર તને,
જ્યાં જુઓ ત્યાં કોઈ, નિર્ભયા દેખાય છે,
ગર્ભ સંસ્કારની છે, આ ભારત ભૂમિ,
ભરત, અભિમન્યુ, શિવાજી સમ પુત્રો જડાય છે,
બાકી હવસે કરીને જ, જ્યારે પ્રજા જન્મે,
એમાં ક્યાં એને સારા સંસ્કારો, સિંચાઈ છે,
અશ્લીલ ચિત્રો-સિરીઝ, જોતા રહે,
ત્યારે અશ્લીલતાની જ માઝા મૂકાય છે,
કેમ હવે કોઈ ભગત સિંઘ, ગાંધીજી જ
ેવા,
સારા અને સિંહ બચ્ચા જડાય છે,
શાને યુવા માનસ આવા ડોફરાય છે,
પવિત્રતા તો માંડ, ક્યાંક દેખાય છે,
નારી ને તો નારાયણી કહેવાતી,
આજે રસ્તે દેખે તો બોલે, "જો માલ જાય છે",
માટે જ આજે એક નાની શી વિનંતી,
આપ સર્વે ને કરવા મન થાય છે,
કે સંસ્કારોનું ભરપૂર સિંચન થાય,
ને બાળકને સાચો સદા માર્ગ ચીંધાય,
કારણકે ક્યાંક એવું ના થાય, ભૂલ તમે કરો ને,
એ ભૂલે કરીને, કોઈ નિર્ભયા પીડાય.