બાંધો છો કેમ ?
બાંધો છો કેમ ?
સંસારની સાંકળોમાં બાંધો છો કેમ,
મારે ઊડવું છે આકાશે એક વિહંગની જેમ,
મારી પાંખો ને કાપીને મને સંસારમાં ના જોડો,
મારી નાની સી દુનિયાને છીનવે છે કેમ ?
મારા સ્વપ્નોની દુનિયામાં હું ખુશ છું અહીં,
તારી દુનિયામાં લઈ જવા તું જિદ કરે છે કેમ ?
ચિંતાથી મુક્ત, હું ખુદમાં જ છું મસ્ત,
મને સંસારી કચરો બસ કરે છે ત્રસ્ત,
એક એવી દુનિયા તું પણ વસાવ,
જ્યાં સંસાર નહિ, બસ આપણા સપનાં સમાય,
સમય ને વહેવા દે તું ત્યાં બે કાંઠે,
સંસારના વ્યથાથી એને પાળ કેમ બાંધે,
જીવનરૂપી પંખીઓને કિલકાર કરાવ,
એ કિલકાર મહી, તું ભૂલી ને જાત,
બસ ખુદની જ મસ્તીમાં નાચ અને કૂદ,
મારી સાથે ચાલ, તને હું ભૂલાવુ સુધ બુધ,
એક મસ્ત મજાની દુનિયામાં લઈ જાઉં,
તને જીવન અમૃતના હું પિવડાવું ઘૂંટ,
એક ખુશીઓનો મોટો ઢગલો કરુને,
એ ઢગલાં પર આવ, તને પણ બેસાડું,
સંસારની સાંકળોમાં બાંધો છો કેમ,
મારે ઊડવું આકાશે એક વિહંગની જેમ,
મારી પાંખો ને કાપીને મને સંસારમાં ના જોડો,
મારી નાની સી દુનિયાને છીનવે છે કેમ ?
