પ્રકૃતિના રંગો
પ્રકૃતિના રંગો
1 min
416
હસતી રમતી જિંદગી,
જાણે મેઘધનુષ ની બલિહારી થઈ,
કાળ તો જોને કેવો આવ્યો,
પ્રકૃતિ નવો રંગ દેખાડી ગઈ,
બાળપણ તો રંગ રંગ,
રમવામાં વિતાવી ગઈ,
ઊગતો સૂર્ય ને પ્રકૃતિ,
રંગ કેસરિયો ચઢાવી ગઈ,
યુવાનીમાં પ્રેમ રંગની,
લાલ ઝાઝમ બિછાવી ગઈ,
ધમધમતાં તાપમાં,
પીળા રંગે પણ તપાવી ગઈ,
વૃધ્ધાવસ્થા આવીને,
થોડા જીવન રંગ ઉડાવી ગઈ,
ને જીવનના સંધ્યાકાળે,
એક સાંજ ગુલાબી ઢાળી ગઈ,
જીવનનો અંત તો જો,
સફેદ ચાદરમાં લપેટાવી ગઈ,
રાત પડીને પ્રકૃતિ,
કાળા રંગે જીવન થંભાવી ગઈ,
હસતી રમતી જિંદગી,
જાણે મેઘધનુષ ની બલિહારી થઈ,
કાળ તો જોને કેવો આવ્યો,
પ્રકૃતિ નવો રંગ દેખાડી ગઈ.
