કલરવ
કલરવ
કલરવ કાક - કોકિલાનો,
કલરવ મયૂર - બપિહાનો,
કલરવ પોપટ - ચકલીનો,
આ છે સુંદરવન મજાનું,
અહીંયા છે કલશોર પંખીઓનો,
કલરવ ગોપ - ગોપીકાનો,
કલરવ રાસ રમતાં ખેલૈયાઓનો,
કલરવ મૃદુ જમુનાજીનો,
આ છે સુંદર વનરાવન,
અહીંયા કલરવ કૃષ્ણ કન્હૈયાનો,
કલરવ નાના ભૂલકાંઓનો,
કલરવ હસતી બાઈઓનો,
કલરવ હણહણતી ગાયોનો,
આ છે શેરીઓનું જીવન,
અહીંયા કલરવ હસતાં પરિવારોનો,
કલરવ મેગા મોલનો,
કલરવ વાહનનાં ઘોંઘાટનો,
કલરવ દોડતા માનવનો,
આ છે શહેરી જીવન,
અહીંયા કલરવ ઝૂઝતાં માનવનો,
કલરવ બંદૂક ભડાકાનો,
કલરવ તોપ મિસાઈલોનો,
કલરવ વીર જવાનોનો,
આ છે માતૃ ભારતીનું ઉપવન,
અહીં કલરવ છે ભારત માતાનો,
કલરવ ભારત યશગાથાનો.
