STORYMIRROR

Heena Dave

Others

3  

Heena Dave

Others

હે મુરારી

હે મુરારી

1 min
154

હે કૃષ્ણ મુરારી, હે કુંજ વિહારી,

તુજ પ્રેમમાં પાગલ મીરાં,

ને પાગલ છે રાધા પ્યારી,


જ્યાં જુએ ત્યાં તું જ દીસે,

એવો શંખ, ચક્ર, ગદાધારી,


તુજ દીસે છે મુરલી મનોહર,

તુજ દીસે ગિરિધારી,


વીણા તણા એ દરેક સૂરો,

સૂર પુરે કૃષ્ણ મુરારી,


કે આપ ચરણે વિતે જીવન,

ને અંતે આપ જ લો સ્વીકારી,


બસ એ અરજ કરું મુરારી,

એજ અરજ મારા ગિરિધારી.


Rate this content
Log in