કોરોના
કોરોના
1 min
196
મારા અસ્તિત્વને રાહતનો થોડા અહેસાસ તો થવા દે,
દમ ઘૂંટે છે ઘરમાં, ખુલ્લી હવામાં શ્વાસ તો લેવા દે,
જતાં જતાં ફરી, શું આવજો કહેવા, આવ્યો છું કોરોના ?
તારી નથી જરૂર કોઈને, તારે જવું હોય ત્યાં જાને,
ફરીથી જિંદગી માણવા લાગ્યા'તા લોકો આનંદથી,
અમારી ખુશીઓનો દુશ્મન, તું પાછો આવી ગયો છે શાને,
ગરમી પડે છે ખૂબ, બહાર જઈ છાશ તો લા'વા દે,
તારી નથી જરૂર કોઈને, તારે જવું હોય ત્યાં જાને,
કેરી, શેરડીના રસનો ફરી, એવો ઉત્સાહ જાગ્યો તો,
આ વર્ષે તો નિરાંત થશે, કોડ એવો અંતરમાં જાગ્યો તો,
જીવન ભરખી લીધા હોય પૂરતાં, તો મુખવાસથી પતાવી દે,
તારી નથી જરૂર કોઈને, તારે જવું હોય ત્યાં જાને.
