કલ્પનાની વેદના
કલ્પનાની વેદના


ભીંત આખી આજ ધ્રુજાતી રહી,
લાગણીઓ સાવ પીંખાતી રહી,
દર્દ સાથે એક ચીખો સાંભળી,
ને હ્રદયમાં આહ પટકાતી રહી,
એ દબાતા પગ મને સંભળાય ત્યાં,
પાંખ એનું નામ ફડફડતી રહી,
શું લખું હું ! ચીસ કે આ કલ્પના !
આંગળી ને પેન થરથરતી રહી,
આ 'જગત' ક્યારે સમજશે વેદના !
આજ આ ધબકાર ખચકાતી રહી.