STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Tragedy Crime Others

4  

Jaya. jani. Talaja."jiya"

Tragedy Crime Others

કોનો છે ચિત્કાર ?

કોનો છે ચિત્કાર ?

1 min
246

કોઈનું આક્રંદ આકાશેેે ચડ્યું હશે, 

કોઈનુ રુદન રબને જડ્યું હશે, 


બૂમો બળાત્કારની, બ્રહ્માંડમાં ગૂંજી હશેે, 

એકલતાનો અહેસાસ, આકાશે પડઘાયો હશે, 


નિવૃત સ્ત્રીનો ગભરાહટ, ગગનમાં ગવાયો હશે,

પરણેલી સ્ત્રીની પીડા, પ્રભુચરણે પથરાઈ હશે,


 મુગ્ધાસ્ત્રીનો ચિત્કાર, શિવનાં નેત્રમાં અંજાયો હશે,

 નિર્દોષોની મૂંગી ચીખે, ગગનમાં તાંડવ મચાવ્યો હશે,


અજમ્યા ડૂસકાંઓ, હરીની આંખોમાંથી નીકળ્યા હશે,

થયેલા ગર્ભપાત, ગગનમાં ગાયબ ક્યાં હશે ? 

એ ધરબાયેલી પીડા, વિશ્વમાં હાહાકાર મચાવતા હશે,


 કોનો છે ચિત્કાર ? કોનો છે હાહાકાર, ? 

 મૂંઝાયો તારો બાળ, સત્ય બતાવ સર્જનહાર,


 લાવારીસ લાશ, લાગણી હશે કોઈની, 

 મડદા થઈ પડતા માનવ બાળ,

 ભૂલ થઈ હશે કોઈ માનવીની ? 


 ન બને આવુંં કદાપિ, સંતોની ભૂમિ પર ન બનેે,

 જરૂર કોઈ મહાકારણ ઈશ્વરને જડ્યું હશે,


કા આકાશ રુઠ્યું, કા ધરા થઈ છે દયાહીન,

કેમ જીવે 'જીવ', જન્મદાતા તારી કૃપા બિન,


અહંકારમાં આંખો બતાવતો માનવી,

છૂપાવી મોં મકાનમાં બેઠો એકલો ખાનગી,


સફેદ કોટ, ખાખી કોટ ને વિજ્ઞાનની દોટ,

પૂરી કરવી રહી હવે, દિપક આરતીની ખોટ,


સમાધાન મેળવ, પુરાણ-વેેદમાં આના વોટ,

ઈશ્વર જેવો ન્યાયાધીશ મળેે નહીં કર ગોતા-ગોત.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy