મુક્ત જીવન
મુક્ત જીવન
જીવનનાં ઉન્માદ રંગબેરંગી કલમ છે,
એક ખતમ તો બીજો ભરપૂર છે,
જીવન કાગળ પર અઢળક રંગ છે,
મનનાં તરંગોને નૂપુર ઝંખનાં છે,
થાય મન, બેસી સહજ વિચારવું છે,
પગને મધ્યમ ધૂંધરુનો રણકાર છે,
જીવન સરિતા નીર વહી રહ્યાં છે,
નથી ગયાં તો ઘુંઘરુના ઝણકાર છે,
આમ બેઠી સખી શું વમળ છે,
હસ, નાચ, મુક્ત તારું જીવન છે.

