Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Crime Inspirational Children

3  

Minaxi Rathod "ઝીલ"

Crime Inspirational Children

કાચી માટીનો મોગરો

કાચી માટીનો મોગરો

1 min
183


અહીં કેમ ફૂલ-પાંદડી વિખરાયા છે ?

ના અહીં ઝાડ છે, ના કોઈ ડાળ છે,

ઓહ ! આ તો એક બેજાન સ્ત્રીભૃણ,

માં ના ચહેરા પર જો, ના કોઈ નૂર છે !


હું એક બચ્ચી ઘણી જ પ્યારી હતી,

બચ્ચેદાંની માં તરતી મજાની હતી,

માં સાથે જાતજાતની વાતો કરતી,

અંગુઠો ચૂસતીએ કુમળી કળી હતી !


ગર્ભમાં સલામત બેઠી'ને ડરતી હતી,

બધાના હું અવાજ સાંભળતી હતી,

આજુબાજુ જાણે વંટોળ જ ઊઠયો,

બહાર ખબર પડી કે "હું દીકરી હતી" !


હજી હું એક અજન્મી બચ્ચી હતી,

બહાર આવવાની ઉત્કંઠા ઘણી હતી,

માંની હુંફાળી છાતી પર માથું રાખવું'તું ને

માંની વહાલી ચૂમીઓથી ભીંજાતી હતી !


માં હંમેશા કેમ ચૂપ જ રહેતી હતી ?

હાં,એ મને જન્મ આપવા માંગતી હતી,

પણ તમને કહ્યું ને"હું એક દીકરી હતી"

હું માં અને દાદીનાં જેવી જ તો હતી !


શા કારણે ? મને કંઈ ખબર ન હતી,

ક્યારે ? હું તો આરામથી સૂતી હતી,

અચાનક એક ઝણઝણાટી આવી ગઈ,

અને જો હું એક નિશ્ચેતન દેહ જ હતી !


Rate this content
Log in

Similar gujarati poem from Crime