STORYMIRROR

ALKA J PARMAR

Classics

3  

ALKA J PARMAR

Classics

સુંદર જીવન

સુંદર જીવન

1 min
8

શીર્ષક :-સુંદર જીવન

 ઈશ્વર તરફથી જે મળ્યું છે જીવન એ જીવન છે એક કોરો કાગળ,
એમાં ચિતરો એવું લખાણ કે આ જિંદગીની હરીફાઈમાં ના રહી જાઓ પાછળ.

 ઈશ્વરે તમને ધરા પર મોકલી કર્યા તમારા પર ઘણા અહેસાન,
જીવો એવું જીવન કે ના રહે કોઈ જીવ તમારાથી પરેશાન.

 કરો કર્મ એવા કે ના જીવનમાં થાય કદી પછતાવો,
દરેકના જીવનમાં રંગો પુરી સૌનું મન હરખાવો.

 મળ્યો છે મનુષ્ય અવતાર તમને ઘણો મોંઘો ના જવા દેશો એળે,
સૌ ભેગા મળી ખુશીઓ મનાવો જઈને કોઈ તરણેતરના મેળે.

 જીવનરૂપી કોરા કાગળમાં ભરી દો જીવનના સુંદર રંગ. તમારુ રંગબેરંગી જીવન થાય ના કોઈ દિવસ બેરંગ.

 ✍️અલકા પરમાર 'મૌસમ'


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics