સર્વત્ર ત્રાસ
સર્વત્ર ત્રાસ
અહો આ ત્રાસવાદ, મહાત્રાસ મહાસત્તાનો જો,
સર્વત્ર ત્રાસ, ત્રાસ ને ત્રાસ જો,
અખબાર વાંચું પ્રથમપાને જ ત્રાસવાદ જો,
ત્રાસવાદનો અંત ક્યારે પ્રભુ ?
અહો આ ત્રાસવાદ, મહાત્રાસ શિકારીનો જો,
પંખીડા સુખથી ચણતાં કોયલ કરતી કલરવ,
ઘૂ ઘૂ ઘૂ કરતા કબૂતરોનું ઝુંડ આવ્યું ચણવા
વીંધી નાખ્યા શિકારીએ બે કબૂતરોને !
અહો આ ત્રાસવાદ, મહાત્રાસ, શાળાના બાળકોને !
ચોપડાં કે ચોપડીઓનો આ ભાર ક્યાંથી ઊંચકાય !
રમવું, ભમવું, નાચવું, કૂદવું, સઘળું,બંધ કરાવ્યું આ ત્રાસવાદે !
અહો આ ત્રાસવાદ, મહાત્રાસ આ સાહિત્યનો !
મૂકે નહીં ચોર ચોરી કરવાનું અહીં પણ,
લાવ તારી રચના કરું મારા નામે ! અહો આ ત્રાસવાદ!
