STORYMIRROR

Hemangi Shukla

Inspirational

3  

Hemangi Shukla

Inspirational

વર્ષો પછી...

વર્ષો પછી...

1 min
27.5K


આજે અનાયાસે હું અહીં આવી ચડ્યો ?

ના, વર્ષો પછી હું અહીં પાછો ફર્યો.


મન અને મસ્તિષ્ક વચ્ચે થયું ઘર્ષણ

કેમ આ ભૂમિ પ્રતિ અનન્ય છે આકર્ષણ ?


છેક દૂરથી જ્યારે મેં દીઠી એક ટેકરી,

થયું કદાચ ભોળપણની કોઇ યાદ રહી છે એકલી.


એ ટેકરી પર જ્યારે મેં વડલો દીઠો,

યાદ આવ્યો નાનપણનો પ્રસંગ મીઠો મીઠો.


વૈશાખની બપોરે અહીં કેટલી રમતો રમેલી,

કેટલીય તકરારો અહીં ભીની સંકેલી.


કેટલાય અષાઢે હું ભીંજાયો અહીં,

કેમ વિસરાય એ યાદો આ હૃદય મહીં.


પણ,


કોંક્રીટના જંગલમાં હું ઘબરાયો, ઘુંટાયો, ઘવાયો,

હાશ, આજે વર્ષો પછી હું પાછો તો ફર્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational