જુગાર
જુગાર


કપટી શકુનીનો દાવ એવો રમાયો જિંદગીમાં,
બધાં ગયાં રજવાડાં ને રાજપાટ જુગારમાં.
અવળાં પાસા ફેંકાઈ ગયાં યુધિષ્ઠિરથી,
ને હારી ગયો તેની પત્નીને જુગારમાં.
અપમાનિત કરી ભર સભામાં ખેંચી લાવીને,
દ્રૌપદીના ચીર ખેંચ્યા, જુગારમાં.
દુર્યોધને બતાવી જંગા, સ્થાન બેસવાનું,
મૌન રહ્યાં સૌ વડિલ સભાજનો જુગારમાં.
હાથ જોડીને કરે વિનંતી રજઃસ્વાલા દ્રૌપદી સૌને,
હે માધવ, હે માધવ પોકારી ઉઠી જુગારમાં.
સાડી ફાડી પાટો બાંધ્યાનાં બદલામાં પૂર્યા ચીર માધવે,
થાક્યો દુઃશાસન ખેંચતા ચીર જુગારમાં.
"સખી રેખા" વર્ણવે પ્રસંગ આ મહાભારત કેરો,
આંધળાનાં પુત્ર આંધળા એ સર્જયું મહાભારત જુગારમાં.