STORYMIRROR

Dr.Bhavana Shah

Crime

4  

Dr.Bhavana Shah

Crime

મુક્તકો

મુક્તકો

1 min
327

ત્રાસ ત્રાસ અમન રડતું રહ્યું છતાં,

મૂક બધિર બની યુદ્ધ ખેલાતું રહ્યું !


તોપ ગોળાના ધમાકા ગોળીબારના રોમાંચ મહી,

નાર બાલની ચીચીયારી સંભળાય નહીં !


નિષ્ઠુર નિર્દયીના અહમ પોષાતા રહ્યા,

નિર્દોષ નિ:સહાય હોમાતા રહ્યાં !


તુંંય જોતો રહ્યો વિનાશક લીલા ?

પછી માનવ જુએ એમાં શી નવાઇ પ્રભુ !


હું શોધું છું બુદ્ધને, જે નિવારી શકે યુદ્ધને,

સમાધિલીન સ્વામી વિવેકાનંદની છબી,

કઈક તો કહે છે !


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Crime