Zalak bhatt

Tragedy Action Crime

3.8  

Zalak bhatt

Tragedy Action Crime

ભારત મહાન છે

ભારત મહાન છે

1 min
77


સોમાંથી નવ્વાણું જનાવર

ને એક જ ઈન્સાન છે !

પશુ છે પરોપકારી ને

મનુજ બેઈમાન છે ?

છતાંય, કહેવું પડે કે. . . .


મારું ભારત મહાન છે.

હરતાં-ફરતાં ખુન -ખરાબા

ને ડોનગીરીનું સમ્માન છે !

છતાંય, કહેવું પડે . . . .


કરે હોળી ના રંગો થકી ?

બાળા એસિડથી અજાણ છે ! ને

છતાંય, કહેવું. . . . . . . . .


થાય જીવતાં પર પથ્થરમારો

ને પથ્થરો પર ચઢતો હાર છે !

છે ઝૂંપડાની જમીન ઓછી ?

ને 'સ્કવેર ફૂટ' માં બંધાણ છે !

છતાંય, કહેવું. . . . . .  


ઘરમાં જમવા ભોજન નહીં 

ને ગુટખાનું બંધાણ છે !

એક પડીકી દુનિયા બદલે 

બીજી આલતી ભાન છે ?

છતાંય, કહેવું . . . .  


ગોયણી માટે બાળા શોધે

જન્મે તો થાતો અત્યાચાર છે ?

પૈસા માટે વકીલ બને 

જે ભૂલાવે બળાત્કાર છે !

છતાંય, કહેવું. . . . . .


ડોનેશનથી ડીગ્રી મળે

ગ્રેટ લાવનારની દુકાન છે ?

માં-બાપ ઘરમાં આંસુ સારે

કે, વિદેશ માંહે સંતાન છે !

છતાંય,કહેવું . . . . 


આજ, ક્યાં ગયો કૃષ્ણ પેલો ?

ને ક્યાં ખોવાયો એ રામ છે !

શ્રવણ શું સુધી-બુધ ખોઈ બેઠો ?

અર્જુન ચઢાવ, એ તારું જ બાણ છે 

છતાંય, શાને કહેવું પડે ?


લ્યો, આપણું ભારત મહાન છે.

છું ભારતવાસી હું ને

એ વાતનું મને ગુમાન છે.

મેં તો કહ્યું જે મનમાં હતું 

હે ! આપનું શું અનુમાન છે ?

છતાંય, કહેવું પડે છે ?

કે, મારું ભારત મહાન છે.


Rate this content
Log in