STORYMIRROR

pooja Trivedi Raval

Crime Others

3  

pooja Trivedi Raval

Crime Others

એક તરુણ સવાલ

એક તરુણ સવાલ

1 min
254

હતો ખૂબ સામાન્ય એ દિવસ,

બીજા દિવસોની જેમ,

ભીડ હતી બસમાં જાણે,

ઘેટા બકરા ભર્યા હો એમ.


અચાનક રેડાયું સીસું,

મુજ કર્ણ માં ગરમાગરમ,

"આવવું છે, મજા આવશે!"

શબ્દો એ તોડ્યો વિશ્વાસનો મર્મ.


ગભરાઈને વધી ગઈ,

આગળ બે સીટ,

હતી હું કુમળી કન્યાને,

એ હતો ધીટ.


ગભરામણ છૂટી ગઈ,

પરસેવો વળી ગયો,

મુજ મનના ભાવો,

કદાચ એ કળી ગયો.


હાથ વધારે જ્યાં તેણે,

સ્પર્શવાને મુજ કાયા,

કંડકટરે માંગી ટિકિટ,

જાણે દેવ તણી છાયા.


પણ ફફડાટ કબુતરીનો,

મારે હૈયે સમાયો,

ભય સમાજના ભૂખ્યા વરુઓનો,

મુજ અશ્રુ સાથે વર્તાયો.


ઊતરી બસમાંથી,

દોડી હું ઘર તરફ,

એકશ્વાસે પહોંચી ઘરે,

જાણે દુનિયાથી બરતરફ.


સવાલો ઉઠ્યા ઘણાય,

ને ઘણા ભય ચોતરફ દેખાયા,

'શું આવશે દરવખત ઈશ્વર બચાવવા'

ના જવાબ ના પરખાયા.


દીકરી હું સમાજની છતાં,

શાને બીવુ સમાજથી,

કેમ મને કનડગત આવી,

શું અછૂત હું કામકાજથી ?


Rate this content
Log in

Similar gujarati poem from Crime