STORYMIRROR

pooja Trivedi Raval

Romance

3  

pooja Trivedi Raval

Romance

પ્રેમનું પ્રાગટ્ય

પ્રેમનું પ્રાગટ્ય

1 min
285

જ્યારે કોઈની આદત પડી જાય છે,

જ્યારે દિલ ની સૌથી ખાસ જગ્યા,

એને નામ થઇ જાય છે.


નથી રહેતા બંધન ત્યાં ધર્મ અને જાતિના પછીથી,

ક્યાં રહે છે માણસ માણસમાં ત્યાર પછીથી.


પોતાની જ કોઇ ધૂન મનમાં સવાર થઈ જાય છે,

જ્યારે પ્રેમ થાય છે ત્યારે,

બધું ઝગમગાટ થઈ જાય છે.


નથી રહેતી ખબર દુનિયાની એવી થઈ જાય છે,

પ્રેમનું પ્રાગટ્ય થાય અને,

દિલ બીજાને નામ થઇ જાય છે.


પરણવાના કોડ જાગે છે,

સપના સૌ રંગીન થઈ જાય છે,

સર્વસ્વ પોતાનું પછી,

એને નામ થઇ જાય છે.


અજ્ઞાન અને અજાણ બની જાય છે,

સંદર્ભિત મુશ્કેલીઓથી,

જેને પ્રેમ થઈ જાય છે એને આપોઆપ,

રસ્તો મળી જાય છે લડવા મુશ્કેલીઓથી.


બસ આમ જ પ્રેમીઓમાં એનું નામ થઇ જાય છે,

અજાણતા જ લેલા મજનુ બદનામ થઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance