દોડે ન દશેરાએ સત્ય પરખાય
દોડે ન દશેરાએ સત્ય પરખાય
હે...જી...
હાંકલ પડતા જ હાલે એકલો, મેદાને હોય ઈ શૂરાની સાચી ઓળખાણ
નાચે વધારે ને દોડે ન દશેરાએ ઈ નાચણીયા અશ્વ સમી કાયરની ઓળખાણ.
જો ને...
પારકાં સારું પ્રાણ આપવા હોય રાજી ઈ ભડવીર સાચો રાષ્ટ્રનો
પણ પોતાનાં સારું હરે પ્રાણ બીજાનાં ઈ કપટી કાયરની ઓળખાણ.
હે..જી..
જોઈ વિચારી પરખીએ મળે જો હંસલા જેવો આ સાચી શૂરવીર જાત
બાકી બગલા ધોળા ઝાઝા મળે વખત આવે દેખાડે ઈ અપલખણથી જાત.
જો ને..
પરખ સાચી થાય ભીડ પડે, સગપણ સાચું દોસ્તીનું ઓળખાય,
બાકી વાતો તો સઘળા કરે, શબ્દોથી સ્નેહી સહુ કોઈ થાય.
હે.જી...
વિપત પડ્યે વણબોલ્યે પ્રગટી, દુઃખમાં આપે જે સાચો સાથ,
ભેરુ ઈ સાચો વ્હાલો ઘણો, સગો સાચો સદાય ઈ ગણાય.
