કુંપણ પર તેજાબ
કુંપણ પર તેજાબ
પ્રેમ આફતાબનો જીવન ઉપવનમાં કીરણ રેલાવે,
જીવન ઉપવને વસંત વસાવે શ્રદ્ધાએ
એજ શ્રદ્ધાથી કેળવ્યો પ્રેમ, પ્રેમવાટીકે
અફતાબ સંગ,
ને અસ્તિત્વના ટુકડે ટુકડા કરી,
અમાનુષી અત્યાચાર શ્રદ્ધાના
જીવનઉપવનમાં દવ લગાડે !
પાનખર પણ ન વ્યાપી શકે તેવી મરુસ્થળી,
પર શ્રદ્ધા કટકે કટકે ઉછળે ?
ના ના ના આ પ્રેમની પરિભાષા નથી,
આ આતતાઈ છે અમાનુષની અમાનુષ.
પ્રેમ આવી પરિભાષા ન બાંધે;
કતલ પ્રેમનો પર્યાય નથી,
પ્રેમ તો પરમથી પરમની છે પરખ,
આરીતે પરખશો ન કોઈ.
