ના કર
ના કર
સપનામાં નહિ આવું હું,
મિથ્યા નિંદ્રા નો પ્રયત્ન ના કર,
મૌન માં વસુ છું હું,
શબ્દો માં શોધવાનો પ્રયત્ન ના કર,
એક બેરંગ તસવીર છું હું,
એમાં રંગ ભરવાનો પ્રયત્ન ના કર,
વિખુટો પડેલો સૂર છું હું,
સાથે તાલ મેળવવા પ્રયત્ન ના કર,
ખોવાયેલ માર્ગ છું હું,
મને મંઝિલ બનાવવાનો પ્રયત્ન ના કર,
મિથ્યા થઈ ચુકેલ સત્ય છું હું,
ફરી ઉજાગર કરવા પ્રયત્ન ના કર,
વિલીન થઈ ગયો છું હું,
ફરી પ્રજવાળવા પ્રયત્ન ના કર,
ગુમનામ રહેવા ઈચ્છું છું હું,
સાદ દેવા પ્રયત્ન ના કર,
ખુદ તૂટી ચૂક્યો છું હું,
સાથે જોડાવાનો વિચાર ના કર,
એક હતાશ હ્ર્દય છું હું,
એમાં આશ જગાડવા પ્રયત્ન ના કર.
