કેમ છે ???
કેમ છે ???
ચોતરફ ભાસે છે નયનરમ્ય દ્રશ્ય,
છતાં આંખોમાં ઉતરેલ અંધકાર કેમ છે ???
આથમવા જઈ રહેલ સૂર્યને ખબર છે કેટલો ઉજાસ બાકી છે,
છતાં જીવનમાં પથરાયેલો કાળો અંધકાર કેમ છે ???
ધબકે છે હજુય ક્યાંક જીવન "ઓનલાઇન" સંબંધોમાં,
"લાઈવ" સંબંધોમાં છવાયેલ સુનકાર કેમ છે ???
કોને ગણું પોતાના અને કોને કહું હું પારકા ,
કહેવાતા મીઠા શબ્દોની માયાજાળ કેમ છે ???
જાણું છું દરેક રાહ પર માર્ગ બતાવે છે મારો ઈશ્વર,
પણ દરેક માર્ગમાં ભયજનક વળાંક કેમ છે ???
જીવનની કેડી સજાવી પલ-પલ "યાદો"ના ફૂલથી,
છતાં એ રાહ પર સ્વાર્થભર્યા કંટકો કેમ છે ???
