Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Leelaben Patel

Tragedy

4  

Leelaben Patel

Tragedy

કલમની ધાર

કલમની ધાર

1 min
360


થાય એવું કે કલમની ધાર કાઢું,

જે ભર્યો છે ભીતરે તે ભાર કાઢું .


છે ભરેલી વેદના સંવેદનાઓ,

ડૂસકાં ડૂમાને અપરંપાર કાઢું .


સ્થાન દિલમાં જોઈએ છે જો તને તો,

લાવ તારા નામનો આધાર કાઢું .


ખળભળે ખારાશ મનમાં ક્યાંક ખૂણે,

બાઝશે મન પર તે પ્હેલાં ખાર કાઢું. 


જગથી સંતાડી હતી પળ કેટલીયે,

ખૂબ ગમતી યાદ છે બે-ચાર કાઢું .


તાર દિલના રણઝણે તું જો મળે તો,

સંગ તારે જોડવાને તાર કાઢું .


ના કદી દેખાય પણ પડતો રહે છે,

છો પડ્યો પણ તે સમયનો માર કાઢું. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy