ખાંપણ
ખાંપણ


નથી કોઈનું કોઈ જગતમાં, નથી કોઈનું કોઈ જોને,
કોણ ફુવોને ફોઈ જગતમાં, નથી કોઈનું કોઈ જોને.
ઘરવાળી ઘરવાળો મરતાં, રાડ પાડીને રોઈ જોને,
કરી બારમું તેરમે દહાડે, ગઈ બીજાને મોઈ જોને.
બાબો બાપા બાપા કરશે, મિલ્કત મોટી જોઈ જોને,
સઘળું ધન લઈ લઈને ડોસાને, ધોકે નાંખે ધોઈ જોને.
સગાં સંબંધી સારા કહેશે, મળતાં સારી સોઈ જોને,
અર્થ સર્યો કે, અળગા થઈને, કરશે બહુ બદબોઈ જોને.
ભાવના તું સમજ સવેળા, નાખ સમય ના ખોઈ જોને,
ખાંપણ એક જ સાચો સંગાથી, હવે બીજુ ના કોઈ જોને.