STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

સુરતની ઘટનાને અનુસંધાને

સુરતની ઘટનાને અનુસંધાને

1 min
105


ખીલ્યાં પહેલાં કુસુમોને શાને કરમાવે છે તું? 

વસંત પહેલાં પાનખર શાને વળી લાવે છે તું? 


શું હતો અપરાધ ઉગતા કળીવત્ શિશુનો ?

એકાએક ભણતાંને આગમાં લપેટાવે છે તું? 


કેમ ચાલ્યો જીવ તારો આટલો ક્રૂર બનતાં? 

શાને કોઈના લાડકાંને આમ બોલાવે છે તું? 


ક્યાં ગયું બિરુદ તારું કરુણાનિધિ કેશવ?

કોમળ છો નવનીતથી તોય કેમ ફાવે છે તું? 


પૂછ પરમેશ વેદના એના માતપિતાને દ્રવીને,

માસૂમ પર વજ્રઘાત કેમ અરે કરાવે છે તું ?


નહિ સાંભળી શકીશ વેદના સૌ જનેતાની,

શાને એની આંખમાં અશ્રુ ઊભરાવે છે તું? 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy