STORYMIRROR

Dr Sejal Desai

Tragedy

4  

Dr Sejal Desai

Tragedy

મારો પશ્ચાતાપ

મારો પશ્ચાતાપ

1 min
394

આજીજી કરી હતી તે જ્યારે,

વાત સાંભળી ન હતી મેં ત્યારે,


તારે છોડવુ ન હતું ઘર જ્યારે,

મેં જીદ કરીને મુક્યો હતો શાળાને દ્વારે,


બાળપણની મજા માણવી હતી જ્યારે,

છીનવી લીધી હતી તારી મજા મેં ત્યારે,


મારી સાથે રમવાની ઈચ્છા હતી તને જ્યારે,

હું તો મારા કામના બોજ તળે દબાયેલ ત્યારે,


હાથના કર્યા હૈયે વાગ્યા જ્યારે,

તે મુક્યો મને વૃધ્ધાશ્રમને દ્વારે!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy