STORYMIRROR

Nisha Shukla

Tragedy

4  

Nisha Shukla

Tragedy

શૈશવની વ્યથા

શૈશવની વ્યથા

1 min
341

ગરીબીમાં વીત્યું,અમારું બાળપણ શાણું, 

વિતાવ્યા દિવસ, ક્યારેક કરીને એકટાણું !


મટુકી સાથે ભટક્યા, લઈને પાણી,

ઊંચા અવાજે, બોલીબોલી ને, સાદ તાણી !


નથી કરી પરવા, ટાઢ,

તડકાની કદી અમે,

તો ય નથી કરી અમ પર, કદી દયા તમે !


નથી દુઃખ ગરીબીનું,પણ છે લાચારી,

કોણ કરશે દૂર,આ દુર્દશા બીચારી !


શૌચ કરવા જઈએ,આ કાયાને સંતાડી,

હામ રાખી હૈયે, બીકને ભગાડી !


ક્યારે થશે દૂર,બાળ મજૂરીની આ લાચારી,

કરશે દૂર જરૂર, કોઈનો લાલ આ વિચારી !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy