જીવનપથે ચાલતાં
જીવનપથે ચાલતાં


જીવનપથે ચાલતાં આપો અવનવી પરીક્ષા,
ભણવામાં દેવી પડે સૌને સત્રને અંતે પરીક્ષા,
કરવા લગ્ન થઈ જાય પસંદગી માટેય પરીક્ષા,
બાળ ઉછેરમાં થઈ જાતી દંપતીની પરીક્ષા,
થાય ચિંતા સંતાનની,નોકરી માટેય પરીક્ષા,
લગ્ન કરાવવવા સંતાનનાં મા-બાપની પરીક્ષા,
સુખી સંસાર ચલાવવામાંય થઈ જતી પરીક્ષા,
સ્વાસ્થ્ય સાચવવું નિજનું એ પણ એક પરીક્ષા,
સાચવવા વ્યવહાર સમાજના એ કઠિન પરીક્ષા,
રાખવું ધ્યાન પરિવારનું એમાં થઈ જાય પરીક્ષા,
જીવનના આ ઉતાર- ચડાવમાં અનેક પરીક્ષા,
લેતો સમય સૌની જીવન જીવતાં કપરી પરીક્ષા.