STORYMIRROR

Rekha Patel

Tragedy

4  

Rekha Patel

Tragedy

સોરી પપ્પા

સોરી પપ્પા

1 min
277

દેવા જેવું દીધું ના સન્માન, સોરી પપ્પા,

કરવા જેવું કર્યુ ના એકે કામ, સોરી પપ્પા,


જિંદગી આખી વીતી ગઈ મારી તમને સાંભળવામાં,

કાને ન ધરી એકે વાત, સોરી પપ્પા,


જીવી રહ્યો બેફિકર બની જિંદગી મારી,

ઠોકરે મારી તમારી સલાહ, સોરી પપ્પા,


ક્યારેય પૂછ્યું નથી તમને કેમ છો પપ્પા ?

નથી લૂંછ્યાં આંસુઓ તમારાં, સોરી પપ્પા,


મમ્મીનાં ગયાં પછી એકલાં પડી ગયાં તમે,

હવે કહું છબી સામે હાથ જોડી, સોરી પપ્પા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy