મુરઝાવી ગયુ કોઇ
મુરઝાવી ગયુ કોઇ


માસુમ લાગણીઓના મિજાજ સાથે,
અડપલા કરી ગયું કોઈ.
ભર વસંતે બહાર લૂંટી,
ખુશીઓના ફૂલો મુરઝાવી ગયું કોઇ.
સાગર સમજી સરિતા બની બેઠી,
પણ, મૃગજળ બની છેતરી ગયું કોઈ.
બની પૂનમનો ચાંદ પ્રવેશ્યું દિલમાં કોઇ,
જીવન અંધકારમય બનાવી ગયું કોઈ.
ખુશીઓથી ભરપૂર જીંદગીને,
માયુસી આપી ગયું કોઈ,
મધુર સબંધોની
કત્લેઆમ કરી ગયું કોઈ.
વગર ગુને જિંદગીભર યાદોની,
જેલમાં સબડવાની સજા દઈ બેઠું કોઈ.