STORYMIRROR

Rutambhara Thakar

Tragedy

4  

Rutambhara Thakar

Tragedy

બહુવિધ લાગણીશીલ વ્યક્તિ હું

બહુવિધ લાગણીશીલ વ્યક્તિ હું

1 min
282

સ્વભાવે અમે 

એવાં નિખાલસ

નીકળ્યાં,

 કે જાણે દૂધમાં સાકરની જેમ 

ભળી ગયાં ...!


લોકોને સમજવામાં અમે થોડા બાઘા નીકળ્યાં,

કે ડોબા સમજીને 

આવનારા દરેક

અમને છળી ગયાં...!


સમજથી પર સમજતા

બધું જ, 

એટલે જ અમે

આવનારી બધી

મુશ્કેલીઓ વહેલાં કળી ગયાં...!


ઊઠતી આંગળીઓ 

ક્યારેક લાગણીઓને 

મારતી ગોદા,

ભીતરના સવાલોનાં જવાબો એનાં થકી 

 જ મળી ગયાં...! 


કટુ વેણનાં ખાઈને વાક્બાંણ 

ઝેર તો પીધાં જાણી જાણી, 

તરસ્યા પ્રેમનાં એવા અમે,

 સમજી પાણી 

ઝેરનાં કડવાં ઘૂંટડા ગળી ગયાં..!


આવી અનોખી

આદતે પ્રભુએ

અમને હંમેશા બચાવ્યા, 

કે કાયમ જ શૂળીના ઘા સોયથી જ 

ટળી ગયાં...!

 

સહનશક્તિની પરાકાષ્ઠા તો જુઓ કે 

રાતની રાહ અમે

ના જોઈ શક્યાં, 

સંધ્યાકાળે જ

 અમે ઢળી ગયાં ...!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy