STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

જીવન જેલના કેદી અમે તો

જીવન જેલના કેદી અમે તો

1 min
329

 તમે તો જીવન જેલને ખુશીનો મહેલ બનાવી શક્યા,

અમે તો જીવન જેલમાં કેદી બની સદા રહી ગયા,


તમે તો ભીતરી વેદનાને શબ્દોમાં ચીતરી શક્યા,

અમે તો વેદના ને વ્યક્ત ના કરી શક્યા,


તમે તો પીડાની પોટલી છોડી,

જાત ને આનંદમય બનાવી શક્યા,


અમે દુઃખોની ગાસડીને માથે લઈ ફરતા રહ્યા.

તમે તો જાતથી અળગા થઈ,

બમણા થઈ ગયા,


અમે તો આ દુનિયાની ભીડમાં અમારી જાતને ભૂલતા રહ્યા,

તમે તો સુકર્મોનાં રૂમાલથી,

જીવનના દર્પણનાં ડાઘ સાફ કરતા રહ્યા,

અમે તો જીવન દર્પણ ને વધારે મેલું કરતા રહ્યા,


તમે તો ગઈ કાલને ભૂલી,

સમયના પ્રવાહ સાથે વહેતા રહ્યા.

અમે તો સ્થિર બનીને જોતા રહ્યા.

જિંદગીના પ્રવાહ સાથે અમે વહી ના શક્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy