કહાની
કહાની
એજ એની ને મારી કહાની હતી,
પ્રેમમાં તરબતર જિંદગાની હતી,
આંખમાં સાચવીને છૂપાવેલ પણ
ખ્વાબમાંથી છટકતી રવાની હતી,
એમ તો પ્રેમમાં શું ગળાડૂબ અમે
હાજરી એમની તો મજાની હતી,
એમની વાત ને એમની યાદમાં
બેખબર હું હવે તો થવાની હતી,
ભાગ્યની ભૂલથી થઈ ગયા શું જુદાં
એજ દીને "સ્વસા" થઈ દિવાની હતી.

