આભાસ થાય છે
આભાસ થાય છે
હોય તું સાથે એવો આભાસ મને થાય છે,
હિંમત મારામાં પાછી આવી એવો અહેસાસ થાય છે,
હકીકતની સાથે મારો સંગાથ થાય છે,
સપનાં પૂરાં કરવા માટે રસ્તો દેખાય છે,
મારામાં જાણે સ્ફૂર્તિનો સંચાર થાય છે,
ખુશીઓની મારી આસપાસ અનુભૂતિ થાય છે,
હોય તું સાથે એવો આભાસ મને થાય છે,
હિંમત મારામાં પાછી આવી એવો અહેસાસ થાય છે,
તારી યાદોના શહેરમાં ફરવાનું મન થાય છે,
જુની યાદોને તાજી કરવાનું મન થાય છે,
પણ પછી જવાબદારીનું પુસ્તક યાદ આવે છે,
ને મારી મહેનતની કલમથી તેને કંડારાય છે,
હોય તું સાથે એવો આભાસ મને થાય છે,
હિંમત મારામાં પાછી આવી એવો અહેસાસ થાય છે.
