Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

પિતાની સંવેદના

પિતાની સંવેદના

1 min
232

ઢળતી ઉંમરે હવે થોડાથોડા ઝૂકી ગયા છે,

હૈયે હામ છે પણ હાથે પગે થાકી ગયા છે.

એમની આંખોની ઝાંખપનું તો શું કહેવું ?

મૌન લાગણીમાં આંસુઓ છૂપાવી ગયા છે,

ફોન પર કરે વાત અને થઈ જાય ગળગળા,

ગળાના ડૂમા અંદર 'મા'ની મમતા છૂપાવે છે,

બાગ-બગીચે જઈ યોગ અને કસરત કરતા,

આજે શેરીનાં બાંકડે પણ ઓછું જવાય છે,

આંખો અને મન કળવાના તો એજ જાદુગર,

આખર તારીખે ખિસ્સામાંથી ખ્વાહિશો કાઢે છે,

વહેવારો, તહેવારો અને બધા જ તામ જામ,

પથારીમાં હવે થોડા શુષ્ક અને ફીકા લાગે છે,

એક એક કરીને દીકરીઓની કરી વિદાય,

બધું જ છે પણ ઘર આંગણ સૂના લાગે છે,

હવે ના આવતા પાપા તમે શેરી બહાર મૂકવા,

તમારી આંખો લાલ ને ખૂણાં ભીના લાગે છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy