Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jnavi Soni

Others

3  

Jnavi Soni

Others

મારું ગુજરાત

મારું ગુજરાત

1 min
11.7K


આખી દુનિયામાં ગુજરાત મારું મોખરે,

એ એના કેવા મારે બે બોલ....


કાચી કેરીને અંગુર કલામ,

અમે ગુજરાતી લહેરી લાલા...


ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી

ગુજરાતની બોલ બાલા...

અમે ગુજરાતી લહેરી લાલા...


***

કવિતામાં મારી નહીં સમાય એની ગાથા,

ગુજરાત માટે તો મોટાં ગ્રંથો લખતાં...


આવો અહીંની સંસ્કૃતિ જોવા,

માન, મર્યાદા ને મોભો જોવા...


પશુ-પંખી અહીંયા દેવ ગણાતાં,

સવાર-સાંજ ગાય માતા પૂજાતા...


મે'માન ને ભગવાન સરખાં થાય,

''ભાઈ'' કહી અહીં સૌને બોલાવાય...


મંગળા આરતી બધાં પ્રેમે કરતાં,

સંધ્યા આરતી એ સૌ ચોરે મળતા...


તહેવારોનો અહીં ઢગલો થાતો,

નવરાત્રી મોટો ઉત્સવ ગણાતો...


પ્રહલાદની કથા છે હોળીની સાથે,

દિવાળીમાં તો ગુજરાત સૌની માથે...


વરસાદ પહેલાં તો અહી લાગણી વરસે,

રણમાં ય ભૂખ-પાણી માટે ના કોઈ તરસે...


કવિ, ઉધોગપતિ ને રજકાણીઓ,

ને વળી વીર ગાથાનો મોટો દરિયો...


કંડલા તો સૌથી મોટું બંદર,

આવો કોઈક વાર ગુજરાતની અંદર...


સઘળું વિશ્વ અહીં જ મળશે,

સૌરાષ્ટ્ર, સુરત ને કચ્છ આંખે તરસે.


Rate this content
Log in