તારા વિના
તારા વિના


લાગે મને મહેફિલ અધૂરી તારા વિના.
શાને રાખી આટલી તેં દૂરી તારા વિના.
શોધે છે નયન મારાં તારી હાજરી સદા,
વિયોગે રહ્યો સાવ હું ઝૂરી તારા વિના.
ભોંકાઈ રહ્યા શૂળ બની સંગીતના સૂરો,
કેમ થઈ શકે મહેફિલ પૂરી તારા વિના.
હતી અપેક્ષા મિલનને હસ્તધૂનન તણી,
અવર નીરખી ભોંકાય છૂરી તારા વિના.
તૃષાતુરને વારિ અમીથીય અધિક લાગે,
નથી મહેફિલે ઈશ મંજૂરી તારા વિના.