સમય મળી ગયો
સમય મળી ગયો
આજે મને સમય મળી ગયો,
વીતેલી યાદોને યાદ કરવાનો,
ફોટો નાં આલ્બમમાં પોતાને શોધવાનો.
આજે મને સમય મળી ગયો,
ઊંચા આકાશમાં ઉડતા પક્ષીને જોવાનો,
સુરજની કીરણોને ઝીલવાનો.
આજે મને સમય મળી ગયો,
ફુલો સાથે વાત કરવાનો,
વરસાદ સાથે રમવાનો.
આજે મને સમય મળી ગયો,
નાનકડી વાત યાદ કરતા હસવાનો,
શાળા ની યાદોને પાસે બેસવાનો.
આજે મને સમય મળી ગયો,
જીંદગીની ભાગદોળમાંથી,
જીવનની યાદોને ને યાદ કરવાનો.